એકતા

એક વખત હાથની પાંચેય આંગળીઓ વચ્ચે પરસ્પર ઝઘડો થયો. પાંચેય પોતાને એકબીજાથી મોટી સિદ્ધ કરવાના પ્રયાસમાં હતી.
અંગુઠો બોલ્યો કે હું સૌથી મોટો છું, તેની બાજુની આંગળી બોલી કે હું સૌથી મોટી છું, આ જ રીતે બધી પોતાને મોટી સિદ્ધ કરવાના પ્રયાસમાં હતી. નિર્ણય ન આવ્યો તો તેઓ કોર્ટમાં પહોંચી.
ન્યાયાધીશે આખી વાત સાંભળી અને પાંચેયને કહ્યું કે તમે લોકો સિદ્ધ કરો કે કેવી રીતે તમે સૌથી મોટા છો?
અંગુઠો બોલ્યો કે હું વધારે ભણેલો ગણેલો છું, કેમ કે લોકો મને હસ્તાક્ષરની જગ્યાએ વાપરે છે. જે લોકો હસ્તાક્ષર કરી શકતા નથી તેઓ મારો એટલે અંગુઠાનો જ ઉપયોગ કરે છે.
નજીકની આંગળી બોલી લોકો મને કોઈ મનુષ્યની ઓળખ તરીકે વાપરે છે. તેની નજીક વાળી આંગળી બોલી કે તમે લોકોએ મને માપી નથી, નહીં તો હું જ સૌથી મોટી છું.
તેની નજીકવાળી આંગળી બોલી હું સૌથી વધારે પૈસાદારા છું કેમ કે લોકો હીરા અને ઘરેણાં અને વીંટી મારામાં જ પહેરે છે. આ રીતે દરેકે પોતાની અલગ અલગ પ્રશંસા કરી.
ન્યાયાધીશે હવે એક રસગુલ્લો મંગાવ્યો અને અંગુઠાને કહ્યું કે આને ઉપાડો, અંગુઠાએ ખૂબ જોર લગાવ્યું પરંતુ રસગુલ્લો ઉઠાવી શક્યો નહીં. ત્યારબાદ બધી આંગળીઓએ એક એક કરીને પ્રયાસ કર્યો પરંતુ દરેકને નિષ્ફળતા મળી.
અંતે ન્યાયાધીશે સૌને મળીને રસગુલ્લો ઉઠાવવા આદેશ આપ્યો તો તુરંત જ દરેકે મળીને રસગુલ્લો ઉઠાવી લીધો.
નિર્ણય થઈ ચૂક્યો હતો. ન્યાયાધીશે નિર્ણય સંભળાવ્યો કે તમે બધા જ એકબીજા વગર અધુરા છો, અને એકલા રહીને તમારી શક્તિનું કોઈ અસ્તિત્વ નથી, પણ ભેગા રહીને તમે અઘરામાં અઘરું કામ સહેલાઈથી કરી શકો છો.
તો મિત્રો, એકતામાં ખૂબ શક્તિ હોય છે એ જ આ વાર્તાની શિક્ષા છે.

Leave a comment

Design a site like this with WordPress.com
Get started