What is difference between sister and daughter? Bahen અને દીકરી મા શું ફરક?

પપ્પા જોરથી બૂમો પાડે છે. રાજ દોડતો આવે છે અને પૂછે છે… શું વાત છે પપ્પા ?
પપ્પા, તને ખબર નથી તારી બહેન અવની આજે આવી રહી છે? આ વખતે રોકાશે,
આપણે બધા સાથે મળીને એનો જન્મદિવસ ઉજવીશુ. હવે જલ્દી જા અને તારી બહેનને લઈ આવ. હા અને સાંભળ.તુ તારી નવી કાર લઇ ને જા, જે ગઈકાલે ખરીદી હતી.તેને ગમશે.
રાજ – પણ મારો મિત્ર સવારમાં જ મારી કારલઈ ગયો છે.અને ડ્રાઈવરે પણ ગાડીની બ્રેક ચેક કરવાની છે. એમ કહીને તમારી કાર લઈગયા . પિતા – ok તો તું cab લઈ ને સ્ટેશન પર જા, તે ખૂબ જ ખુશ થશે.
રાજ – અરે એ નાની છોકરી થોડી છે! કેએકલી નહીં આવી શકે ?તમે શા માટે ચિંતા કરો છો. કોઈપણ ટેક્સી અથવા ઓટો લઈ ને આવી જશે.
પપ્પા – તને આવું બોલતા શરમ નથી આવતી?
ઘરમાં વાહનો હોય તો પણ ઘરની દીકરી કઈ
ટૅક્સી કે ઑટોથી આવતી સારી લાગે ?
રાજ- ઠીક છે તમે જાઓ. મારી પાસે ઘણું કામ છે હું જઈ શકતો નથી. પપ્પા – તને તારી બહેનની જરા પણ પડી નથી? પરણ્યા તો શું બહેનની તને જરા પણ ચિંતા નથી? બહેન એ લગ્ન કર્યા તો , બહેન પારકી બની ગઈ!તો શું તેને આપણા બધાનો પ્રેમ મેળવવાનો અધિકાર નથી? આ ઘરમાં તારો જેટલો અધિકાર છે, તેટલો જ તારી બહેનનો અધિકાર છે.કોઈ પણ દીકરી પોતાનું ઘર છોડ્યા પછી અજાણી બની જતી નથી. રાજ – પણ તે મારા માટે અજાણી બની ગઈ છે,અને આ ઘર પર મારો જ અધિકાર છે.મમ્મી- થોડીક શરમ રાખો, તમે દીકરા પર બિલકુલ હાથ ન ઉપાડતા. પપ્પા, તમે સાંભળ્યું નથી – તેણે શું કહ્યું? તે અવનીને
અજાણી વ્યક્તિ કહે છે. આ  એ બહેન છે, તે એક ક્ષણ માટે પણ તારા થી અલગ નહતી રહેતી , દરેક ક્ષણ તારુ ધ્યાન રાખતી . તે પોકેટ મનીમાંથી પણ બચત કરીને તારા માટે કંઈક ખરીદી કરતી હતી. વિદાય વખતે પણ આપણા કરતાં વધુ તેના ભાઈને ગળે લગાવીને રડી પડી. અને આજે તે એ જ બહેન ને અજાણી વ્યક્તિ કહે છે. રાજ – (હસતાં), પપ્પા પણ ફઈબા જ્યારે આવે તે ઓટો દ્વારા આવી જાય છે.
તમે ક્યારેય તેને તમારી કાર લઈને લેવા નથી ગયા. કે તે આજે મુશ્કેલીમાં છે પણ ગઈકાલે તે ખૂબ જ અમીર પણ હતા . આ ઘરમાં તમને ઉદારતાથી મદદ કરી હતી અને સાથ આપ્યો હતો . ફઈબાએ પણ આ ઘર છોડી દીધું હતું, પછી અવની અને ફઈબા માં શું ફરક છે. મારી ફઈબા તમારી બહેન છે ને! પપ્પા… તમે મારા માર્ગદર્શક છો, તમે મારા હીરો છો, પરંતુ આ એક માત્ર કારણ છે કે હું દરેક વખતે વિચાર મા પડી જાવ.પપ્પા રાજ ની વાત થી રડવા લાગ્યા અને એમની ભૂલ સમજાઇ ગઈ, બીજી બાજુ રાજ પણ રડતો હતો ત્યાં જ અવની આવી અને મમ્મી પપ્પાને ભેટે છે,પણ પપ્પાની હાલત જોઈને પૂછે છે કે શું થયું? પપ્પા કે આજે તારો ભાઈ મારો પપ્પા બની ગયો. અરે પાગલ, નવી કાર, તે ખૂબ જ સરસ છે,  ડ્રાઈવરને પાછળ બેસાડી મેં મારી જાતે ચલાવી, અને રંગ પણ મારી પસંદગીનો છે. રાજ એ કહ્યું happy બર્થડે દીદી એ કાર તમારી છે, અને અમારા તરફથી તમને જન્મદિવસની ભેટ છે. એ સાંભળીને બહેન આનંદથી કૂદી પડે છે, ત્યારે જ ફઈબા પણ અંદર આવે છે. શું ભાઈ ના કોઈ ખબર ના સમાચાર, અને ગાડી મોકલી મને લેવા માટે.બધું જ કામ મૂકી ને ભાગી ને આવી તમને મળવા, એવું લાગ્યું જાણે પપ્પા એ મને બોલાવી.
પિતા ની આંખ મા આંસુ સાથે, તે રાજ તરફ જુએ છે અને રાજ તેના પિતાને ચૂપ રહેવાનો સંકેત આપે છે.
અહીં ફઈબા  કહે છે, કે હું કેટલી નસીબદાર છું, કે મને મારા પિતા જેવો ભાઈ મળ્યો, ભગવાનના આશિર્વાદ છે. દરેક જન્મમાં મને ફક્ત તમે જ મારા ભાઈ તરીકે મળો એવી પ્રાર્થના.

Leave a comment

Design a site like this with WordPress.com
Get started