Lazy Rich અમીર આળસુ

સ્વાતંત્ર્ય સંગ્રામમાં એક નવાબના મહેલ ઉપર
અંગ્રેજોએ હુમલો કરી દીધો. બહાર ઊભેલા
સૈનિકોએ તેનો સામનો કર્યો પણ તેઓ ફાવ્યા
નહીં. એક પછી એક સૈનિકને મારતા તેઓ
આગળ વધ્યા. ધીમે ધીમે તેઓ નવાબનાં
ઓરડા સામે આવીને ઊભા રહ્યાં. અંગ્રેજ
સૈનિકોએ તેનો દરવાજો તોડવો શ કર્યો.
નવાબને આ વાતની ખબર પડી છતાં તે
એટલો આળસુ અને નાદાન હતો કે, જોડા
નોકરો પહેરાવે ત્યારે જ પહેરી શકે.
ભાગવાના સમયે તેણે નોકરને બોલાવ્યો :
‘અરે રમેશ, અહીં આવ. આ જોડા પહેરાવ.’
નોકર આવ્યો અને જોડા લાવીને પહેરાવવા
લાગ્યો, ત્યાં તેને ખબર પડી કે અંગ્રેજી સૈનિકો
નજીક આવ્યા છે, તેથી તે બારીએથી ભાગી
ગયો.
નવાબ સાહેબ તો ભાગે કેવી રીતે ? જોડા
પહેરે ત્યારેને ? બીજા નોકરને બોલાવ્યો : ‘ઓ
કલિયા, અહીં આવ.’ તે આવ્યો, એટલે અર્ધો
દરવાજો તૂટ્યો તેથી તે પણ સાવધાનીથી
બારીમાંથી નાસી છૂટ્યો.
તો પણ મહાન એદી નવાબ ચેત્યો નહીં. ત્રીજા
નોકરને બોલાવ્યો : ‘અરે સલીમ, જલદી
આવ અને મને જોડા પહેરાવ.’ તે આવ્યો,
તરત તેણે બળવાખોરોને અંદર આવતા
દેખ્યા, એટલે નવાબને નાસવાનું કહી તે પણ
ભાગ્યો , પણ આ અમીરીપી કંગાલિયતમાં
ફસેલા નવાબને પોતાને હાથે જોડા પહેરીને
નાસવાનું ન સૂઝ્યું.તેને પકડી કેદ કર્યો અને
તેનો મુલક કબજે કર્યો. અત્યંત અમીરી
ભોગવનારા અને આળસુઓનાં અંતે આવા
હાલ થાય છે.અમીરી ના નશા માં એટલા
આળસુ ના થઈ જતા કે તમારી લાઇફ ને
રૂપિયા ચલાવે.

Leave a comment

Design a site like this with WordPress.com
Get started